- સમય અનેક જખ્મો આપે છે.! એટલે જ તો ઘડિયાળમાં કાંટા હોય છે, ફુલ નહીં. અને એટલે જ તો લોકો પૂછે છે, "કેટલા વાગ્યા ?"
- તમે જે સાંભળો છો અને જુઓ છો તેમાં ક્યારેય પણ આંધળો વિશ્વાસ ના મુકો , કારણ કે, દરેક સ્ટોરીની ત્રણ સાઇડ હોય, તમે, તે અને સત્ય.
- લ્યો, માણસ મોટો થયો! પૂછો, 'કેટલો?' ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ઍસિડિટી અને ઍટેકને ઍક સામટા સમાવી શકે ઍટલો.
- મેં ડોક્ટરને પૂછ્યું- તમે એવું તો શું લખો છો કાગળ પર,જે ફક્ત મેડિકલવાળો જ વાંચી શકે છે? ડો: હું લખું છું કે મેં લૂટી લીધો છે,હવે તારો વારો.
- મનુષ્યને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે, પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે.
- સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે. માત્ર આપને તેની હાજરી ની નોંધ લેતા જ નથી..!!
- પુરુષને પરાજીત કરવો હોય તો તેના અંહમને પંપાળો, સ્ત્રીને પરાજીત કરવી હોય તો તેની પ્રશંસા કરો.
- સાચો પ્રેમ થયો ત્યારે કહેવાય કે જ્યારે કોઇ તમારા ભૂતકાળનો સ્વિકાર કરે તમારા વર્તમાનને ટેકો આપે તમારા આવનારા ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરે
- વર્ષાને કહી દો, માપથી વરસે, નયનને વહેવાની આદત નથી.
- જીવનમાં આપને હમેશા જીત જ જોઈતી હોય છે, પણ ફૂલવાળાની જ જગ્યા એવી છે જ્યા જઈ આપણે હાર માંગીએ છીએ.
મિત્રો વધારે Gujarati Quotes માટે અહી Click કરો.
إرسال تعليق
Make Your Comment