શબ્દ મારે છે. શબ્દ તારે છે.
શબ્દ ડુબાડે છે.
શબ્દ હસાવે છે. શબ્દ રડાવે છે.
અને શબ્દ ફસાવે પણ છે.
શબ્દ માથું અપાવે છે.
શબ્દ માથું કપાવે પણ છે.
શબ્દ અમૃત છે.
અને શબ્દ વિશ પણ છે.
શબ્દ સાધના છે.
અને શબ્દ વાચના પણ છે.
શબ્દ આગ લગાવે છે.
અને શબ્દ શાતા પણ આપાવે છે.
શબ્દ સાથે રમત ના કરીએ
શબ્દ નો ઉપયોગ સાવધની થી કરીએ.
إرسال تعليق
Make Your Comment