નેટ ન્યૂટ્રૅલિટિ છે શું ? ઈન્ટરનેટ ની આઝાદી ઈન્ટરનેટ હમેશા મફત રેહે તે માટે તમારી મદદ ની જરૂર છે | What is Net neutrality in Gujarati








અત્યારે ભારત માં નેટ ન્યૂટ્રૅલિટિ વિશે ચર્ચા ચાલી રહી છે , ભારતમાં મોટા ભાગના વેબ વપરાશકર્તાઓ પણ નેટ ન્યુટ્રlલીટી તરીકે ઓળખાય ખ્યાલ સાંભળ્યું ન હતું. પરંતુ હવે આ વિષય પર એક ચર્ચા ચાલી રહી છે. ચાલો હું તમને આ નેટ ન્યુટ્રલીટી શું છે અને તેની આપણા જીવન પર એટલે કે નેટ વપરાશ કારો પર શી અસર પડશે તે જણવું છું.

આખા દેશમાં ચર્ચા છે પણ "નેટ ન્યૂટ્રૅલિટિ" છે શું ?

ઈન્ટરનેટ નો જયારે જન્મ થયો એટલે કે તેના પિતા કેહેવાતા ટીમ બેર્નેર-લી એ તેને શોધ્યું ત્યારે તેમના કેહવા પ્રમાણે " મેં ઈન્ટરનેટ વેબ ડીઝાઇન બનાવી તે એક તટસ્થ સર્જનાત્મક અને સહયોગી જગ્યા તરીકે તેને મેં બનાવી છે. મારી દ્રષ્ટિ છે કે દરેક વ્યક્તિ દરેક જગ્યા એ તેના વિચારો, જ્ઞાન, આઈડ્યા કોઈ પણ ની સંમતિ વગર એકદમ મફત અંને કોઈ પણ રોકટોક વગર વાપરી શકે કે શેર કરી શકે."  આ છે તેમના વિચારો.પરંતુ તમને ખબર છે કે આપણી ઈન્ટરનેટ ની આઝાદી છીનવાઈ શકે છે? હું તમને આના વિશે વધારે માહિતી આપુંઆપણે અત્યારે જે ઈન્ટરનેટ સર્વિસ વાપરીએ છીએ તે કોમ્પની કે ઈન્ટરનેટ ઉપલબ્ધ કરતા (I.S.P) આપણને સેવા પૂરી પાડે છે. અત્યાર ની પરિસ્તિતિ ને ધ્યાન માં રાખીએ તો આપણે ડોન્ગલ કે બ્રોડબેન્ડ નો ઉપયોગ કરી સેસહેલાય થી કોઈ પણ વધારાના ચાર્જે  વગર નિ:શુંલ્ક ઈન્ટરનેટ સેવા વાપરી શકીએ છે. આપણે  નેટ માં ક્યાં જવું છે શું જોવું છે, કઈ માહિતી લેવી છે કે કઈ માહિતી આપવી છે તેનો ફેસલો આપણે પોતે કરીએ છે અને તેને કહેવાય છે "નેટ ન્યૂટ્રૅલિટિ".

ભારત માં નેટ ન્યૂટ્રૅલિટિ શરૂઆત એરટેલ ના ઝીરો રેન્ટલ પ્લાન સાથે થઇ હતી. આ પ્લાન માં એરટેલ ફક્ત તેમની અમુક સેવાઓં નિ:શુલ્ક આપે અને બીજી નેટ સેવાનો ચાર્જે  લેતા. અનો અર્થ એ થયો કે જો આપણે એરટેલ નેટવર્ક માં હોઈશું અને આ પ્લાન વાપરીએ તોજ આપણે તેમની નિ:શુલ્ક સેવા નો લાભ લઇ શકીએ. તેમનો સાથ આપવા ફ્લીપકાર્ટ આગળ આવ્યું. મતલબ હવે એરટેલ નેટવર્ક માં ફ્લીપકાર્ટ એપ મફત માં વાપરી શકીએ કોઈ પણ ડેટા ચાર્જે  વગર. 

ખરાબ કહેવાય જો તમે બીજા નેટવર્ક ના યુસર છો તો તમને તે સેવાનો ચાર્જે  આપવો પડશે. વિચારો  આવું તે હોય? અનો અર્થ એજ થયો કે આપણા જેવા વપરાશ કર્તા એરટેલ નેટવર્ક માંજ  જાય અને આ ખોટી વસ્તુ છે.


ઈન્ટરનેટ આપણી સ્વતંત્રતા છે. તે માટે આપણે કોઈજ પ્રકારની પરવાનગી ની જરૂર પડતી નથી. આપણે  બે ફિકર કોઈ પણ વેબસાઈટ માં જઈ શકિયે છીએ. ત્યાં જેટલો સમય રોકાવું હોય તો પણ કોઈજ રોકટોક નથી કરતુ, પરંતુ મિત્રો તમને ખબર છે? આપણી આ નેટ ની સ્વતંત્રતા જોખમ માં મૂકાઈ ગઈ છે. આપણને જે કંપની ઈન્ટરનેટ કે મોબાઈલ સર્વિસ  પૂરી પાળે છે તેમાની મોટી કંપનીઓ "ટ્રાઇ" (ટેલી કોમ સેવા પર અંકુશ મુક્તિ સરકારી સંસ્થા છે) ને આ મોટી કંપનીઓ એવી માંગ રાખી છે કે અમેને પણ એ નક્કી કરવાનો હક હોવો જોઈએ કે ઈન્ટરનેટ વપશકારો કઈ વેબસાઇટ વાપરે અને કઈ વેબસાઈટ ના વાપરે અને અમે (એટલે કંપનીસ) દરેક વેબસાઈટ ના કઈ રીતે અલગ થી કેટલો ચાર્જે  લઇ શકાયે તે નક્કી કરી શકીએ.






આ વાત થી સીધો અર્થ એ થાય છે કે તે કંપનીઓ આપણને નિયંત્રણ માં રાખવા માંગે છે. તમે વિચારો જો આ બીલ પાસ થઇ ગયું તો શું થશે? આપણે અલગ અલગ વેબસાઈટ કે અપ્લીકેસન માં જવા માટે અલગ અલગ ચાર્જે  આપવો પડશે. મને તો આ સારું નથી લાગતું. ઈન્ટરનેટ હમેશા હમેશા સ્વતંત્ર હોવુજ જોઈએ  તમે આ ઈન્ટરનેટ ની આઝાદી ની લડત માં ભાગ લઇ શકો છો, તમે અને હું મળી ને ઈન્ટરનેટ ને બચાવી શકીએ છે. ગભરાવાની કોઈજ જરૂર નથી ફક્ત તમારા સાથ ની જરૂર છે.  જો મારી વાત થી સહમત છો  તો આપણા ઈન્ટરનેટ ની આઝાદી માટે આગળ આવો.

હવે આપણે શું કરવું? અને કેવી રીત ઈન્ટરનેટ ને બચાવું ?

તમે TRAI ને જણાવી શકો છો. તમારે ફક્ત www.savetheinternet.in વેબસાઈટ  પર જઈને એક ઈ મેલ મોકલવાનો છે. (વોટ કરવાનો છે).  અથવા તમારે તમારો પોતાનો ઈ-મેલ TRAI ને મોકલવા માંગતા હોય તો તેને આ ઈ-મેલ માં મોકલવો advqos@trai.gov.in આ લડત માં તમે પણ ભાગીદાર બનો. આ પોસ્ટ તમારા મિત્રો ને પણ શેર કરો, નેટ ન્યૂટ્રૅલિટિ વિશે માહિતગાર કરો.






Post a Comment

Make Your Comment

Previous Post Next Post