Money Attraction Affirmations in Gujarati
પૈસા આકર્ષવા માટે શું કરશો? ખૂબજ ધનવાન બનવા માટે શું કરશો? આ બધાજ પ્રશ્નો ના જવાબ લઈને હું આવી ગયો છુ. હું તમને પૈસા કેવી રીતે આકર્ષવા તેના માટેની સરળ રીતો બતાવીશ.
હેલ્લો મિત્રો હું નયન મેકવાન ફરી એકવાર હાજર છું નવું અને ઉપયોગી લઈને. આગળ વધતા પેહલા તમને અમુક પ્રશ્નો પૂછવા માંગું છું.
શું તમે મેહનત તો બહુ કરો છો પણ પૈસા રહેતાજ નથી? શું તમે તમારા બિઝનસ માં ખુબજ પ્રગતિ અને ખુબજ ઇન્કમ વધારવા માંગો છો? શું તમને તમારું વોલેટ અને બેંક બેલેન્સ હમેશા ભરેલું જોઈએ છે? જો તમે આ બધુજ મેળવા માંગતા હોય તે પણ કશી વધારે મેહનત કર્યા વગર તો તમે સાચી જગ્યા એ આવ્યા છો. તો મારો આ બ્લોગ પોસ્ટ આર્ટીકલ ધ્યાન થી વાંચો. અપડે આગળ વધીએ. તમને Law of attraction or Money attraction વિશે તો જાણતાજ હસો, જો ના જાણતા હોય અને જાણવા માંગતા હોય તો નીચે આપેલી બુક્સ ખરીદી અને વાંચી શકો છો ખુબજ ઉપયોગી છે.
સૌ પ્રથમ એ જાણવા માંગું છું કે શું તમને ખબર છે આપણું મગજ આપણે તેને જે કહીએ તેજ સાચું છે તેમ મને છે. જો તમે મગજ ને કહો કે હું ખુબજ સુખી અને ધનવાન વ્યક્તિ છું તો તે એમજ માનવાનું શરૂ કરી દેશે કે તમે ખુબજ સુખી અને ધનવાન છો. અને બીજું એ કે આપણું અર્ધ જાગ્રત મન નાના બાળક જેવું છે સાચું હોય કે ખોટું તે તો તમે જે કહેશો તેજ માનશે.
ચાલો હું તમને બતાવું છું કે અર્ધ જાગ્રત મન ને કેવી રીતે પૈસા આકર્ષવા માટે તૈયાર કરીએ.
પૈસા આકર્ષવા માટે તમારે હું અહિયાં સરળ વાક્યો બતાવું છું તમારે નીચે ની બધીજ લાઈનો 21 દિવસ રોજ સવારે અને સાંજે વાંચવાની અને પૂરી શ્રદ્ધા થી અન્તરમાં અનુભવની છે. જેમકે તમને તે બધુજ માળીજ ગયું છે.
હું આ વસ્તુ એટલા માટે એટલી confidently જાણવું છું કેમકે મેં મારા જીવન માં આ વસ્તુ નો લાભ લીધો છે.
નીચે હું પૈસા આકર્ષવા માટે લઈનો આપી છે તમને યોગ્ય લાગે તે પ્રમાણે ઉપયોગ કરજો.
- પૈસા મારા માટે ખુબજ અશીર્વાદ રૂપ છે.
- પૈસા કમાવા મારા માટે ખુબજ સરળ વાત છે.
- મારું વોલેટ પૈસા થી હમેશા ભરેલુજ રહે છે.
- હું પૈસાને મારા જીવનમાં આકર્ષી રહ્યો છું.
- હું પૈસા ને ખુબજ માન આપું છું.
- મારી પાસે મારી જરૂરીયાત કરતા પણ વધારે પૈસા છે.
- દરેક દિશા માંથી પૈસા મારી તરફ આવે છે.
મિત્રો તમને મારો આ પોસ્ટ કેવો લાગ્યો તે મને અવસ્ય જણાવજો અને તમારે વધારે જાણવું હોય તો તમે મને રીક્વેસ્ટ મોકલી શકો છો. અને ઈજી એ વાત કે આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા કેમકે શેરીંગ ઈઝ કેરીંગ.
Post a Comment
Make Your Comment